મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE









હળવદના રાયસંગપર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં

હળવદ તાલુકાના રાયસંગપર રોડ ઉપર કેનાલ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને માથા, કપાળ, દાઢી, મોઢા, હાથ તેમજ પગે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના રાયસંગપર ગામે રહેતા દિલીપભાઈ કરસનભાઈ રંગાડીયા (40) નામના યુવાને બ્રેઝા ગાડી નંબર જીજે 36 એજે 2263 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ગામ પાસે આવેલ કેનાલ નજીકથી તેના પિતા કરશનભાઈ રંગાડીયા બાઈક નંબર જીજે 13 કયું 3663 લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથા, કપાળ, દાઢી અને મોઢાના ભાગે ઇજા થઈ હતી તેમજ ડાબા હાથ, જમણા ખભા અને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના સિરોહી ગામે રહેતા ઘોઘાભાઈ મોહનભાઈ પંચાસરા (76) નામના વૃદ્ધ બાઈકમાં વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થ્યેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા સાદુરભાઈ માધાભાઈ સરાવાડીયા (56) નામના આધેડ જેતપરડા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં તેઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News