માળીયા (મી)ના મોટાભેલા ગામનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરીને આવતા ભવ્ય સ્વાગત કરાયું
SHARE
માળીયા (મી)ના મોટાભેલા ગામનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરીને આવતા ભવ્ય સ્વાગત કરાયું
માળીયા (મી) તાલુકાના મોટાભેલા ગામનો યુવાન મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈ આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરીને ઘરે આવેલ છે ત્યારે પીપળીયા ચાર રસ્તાથી મોટાભેલા ગામ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામવાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ગામના નામને રોશન કરનાર યુવાનનું ભારત માતા કી જય, વંદેમાતરમ્ ના નારા સાથે ગામમાં સ્વાગત કર્યું હતું. આ તકે ગામ પંચાયતના સરપંચ તેમજ સમગ્ર ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ યુવાન તેના માતા પિતાને સલામી આપીને ગર્વ ભેર ભેટી પડ્યો હતો.