વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર જ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી કરીને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મનિષાબેન સુરેશભાઈ ડાભી (૧૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મનિષાબેનનો લગ્નગાળો ચાર મહિનાનો છે અને સાસુ સસરાથી અલગ રહે છે અને કોઈ સંતાન નથી અને પોલીસ પાસેથી વધુ એવું પણ જાણવા મળ્યું છે કે પરિણીતાના લગ્ન પછી થોડા સમયમાંથી જ રિસામણે હોય પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરેલ છે અને આગળની તપાસ ચાલી રહી છે