વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ
SHARE
વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ
વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે શહેરનાં હાર્દ સમા માર્કેટ ચોક ખાતે રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. "દેને કો ટૂકડા ભલા લેને કો હરી કા નામ, જય જય જલારામ" વાંકાનેરમાં ૨૨૨ મી જલારામ જયંતિ નિમિત્તે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન, આરતી, ભૂદેવોનો ભંડારો, બટુક ભોજન, ભક્તિ સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા તથા શહેરનાં માર્કેટ ચોક ખાતે રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની મૂર્તિનું પૂજન અર્ચન કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી, રાજ સોમાણી, અમિત સેજપાલ, જે. કે. રાજવીર, યોગેશભાઈ કારીયા, રાજુભાઈ સોમાણી, હરશીદ સોમાણી સહિત રઘુવંશી સમાજનાં સભ્યો હાજર રહ્યા હતાં અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.