ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન


SHARE







મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન

મોરબીમાં વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય એવા સૈયદ હાજી એહમદહુસેન બાપુ કાદરી દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ સમૂહલગ્નનું આયોજન છેલ્લા 25 વર્ષથી રાબેતા મુજબ થાય છે જેમાં એક જ મંડપ નીચે 51 હિન્દુ યુગલો અને 51 મુસ્લિમ જોડાઓના લગ્ન કરાવવામાં આવે છે.

મોરબીમાં વર્ષોથી એક જ મંડપ નીચે કલમાં પડીને નિકાહ તેમજ હિન્દુ વિધિના મંત્રોચ્ચારો સાથે મંગળ ફેરા ફરીને દીકરા દીકરીઓના લગ્ન સાધુ-સંતો અને ફકીરોની હાજરીમાં કરવવામાં આવે છે જેથી કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ જુદીજુદી સંસ્થાના આગેવાનો વગેરે વગેરે હાજર રહે છે. આગામી તા. 26/1/25 ને રવિવારના રોજ બાવા ગ્રુપ દ્વારા 26 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને જરૂરિયાત મંદ દુલ્હા-દુલ્હન અને વર-કન્યા સમયસર તેના લગ્ન અતંરગત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશા ગ્રુપ દ્વારા અખબાર યાદીમાં જણાવ્યું છે અને ફોર્મ મેળવવા માટે ઇકબાલભાઈ રાઠોડ હાજી (એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈવાસ, 9173492327), બચુભાઈ ચાનિયા (અયોધ્યાપુરી મેઇન રોડ, 98256 45844), મહેશભાઈ હોટલ (ડિલક્સ કે.બી.બેકરીની બાજુમાં, 98793 10595), વિમલભાઈ દફ્તરી (એર વોઇસ ગ્રીન ચોક, 80000 00181) અને જાવીદભાઈ સીપાઈ (હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ, 9033378672)નો  સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News