મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન પાસે બીભત્સ માંગણી કરીને હત્યા કરનારા બંને આરોપી અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ચાલુ: ડીવાયએસપી


SHARE







મોરબીમાં યુવાન પાસે બીભત્સ માંગણી કરીને હત્યા કરનારા બંને આરોપી અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ચાલુ: ડીવાયએસપી

મોરબી નજીક સ્ત્રીના વસ્ત્રો પહેરીને યુવાન ઊભો હતો ને સ્ત્રી સમજીને સેક્સ કરવા માટે બે શખ્સ લઈ ગયા હતા અને સ્ત્રીના પહેરવેશમાં પુરુષ નીકળતા માથાકૂટ થયેલ હતી અને તે યુવાનની બે શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ બંને આરોપીઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘણી ઘટનાઓ સામે આવે છે તેવામાં મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (35)એ તેના પતિ સંજયભાઇ મોહનભાઇ મહવઇ (35) ની હત્યાની અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં મોરબી ચાલુકા પીઆઇ એન.આર મકવાણા અને તેની ટીમે આરોપી રવિ દેવજીભાઈ ગાબુ જાતે કોળી (25) રહે. ઓળક તાલુકો લખતર અને સુરેશ ઉર્ફે હનો બબાભાઈ ગોરૈયા જાતે કોળી (32) રહે. ઢાંકી તાલુકો લખતર વાળાનો  સમાવેશ થાય છે અને આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા. 18/12 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

આજે હત્યાના ડિટેકશન મુદે ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ફરીયાદના પતિની માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં હત્યા કરી નાખી હતી બાદમાં કોહવાય ગયેલ હાલતમાં તેની લાશ મળી હતી. જો કેયુવાને સ્ત્રીના કપડા પહરેલ હોય પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં એવી માહિતી સામે આવી હતી કે આરોપીઓ મૃતક યુવાનને બાઈકમાં બેસાડીને ટોલનાકાથી દોઢેક કિલો મીટર દૂર ખેતર પાસે લઈ ગયા હતા અને તેની પાસે બીભસ્ત માંગણી કરી હતી જેથી કરીને બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે વિ દેવજીભાઈ ગાબુ નામના શખ્સે મૃતક યુવાનને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું.

અત્રે ઉલેખનીય છે કે, મૃતકા યુવાન સ્ત્રીના વસ્ત્રો પહેરીને રોડ ઉપર ઊભો હતો જેથી તેને સ્ત્રી સમજીને સેક્સ કરવા માટે લઈ ગયા હતા જો કેમૃતક પુરુષ હોવાની વાત સામે આવતા રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે આરોપીઓ પાસેથી હાલમાં બાઇક અને છરી તેમજ આરોપીના કપડાં કબજે કરેલ છે અને આ આરોપીઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News