વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામ પાસે ડમ્પર સાથે કાર અથડાતા સારવારમાં રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીના ટીંબડી ગામ પાસે ડમ્પર સાથે કાર અથડાતા સારવારમાં રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામ પાસે થોડા દિવસો પહેલા કાર ડમ્પર સાથે અથડાઈ હતી અને તે બનાવમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.જેથી કરીને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલએ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જે સારવાર દરમિયાન એક યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામ નજીક ગત તા.૧૧ ના રોજ ચાલુ ડમ્પરની પાછળ કાર અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં અકબર અભરામભાઈ સંધવાણી (ઉમર ૨૪), મહંમદ હનીફભાઈ ભટ્ટી (ઉમર ૩૦) તથા એક અન્ય યુવાન રહે.ત્રણેય માળીયા મીંયાણા એમ ત્રણ લોકોને ઈજા થતાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ ઇજાઓ હોવાથી રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.દરમ્યાનમાં સારવાર હેઠળ રહેલા અકબરભાઈ સંતવાણી નામના યુવાનનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

પરણીતા સારવારમાં

મૂળ મધ્યપ્રદેશનો અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મોરબીના ટંકારા તાલુકામાં હીરાપર ગામે રહીને વાડી વિસ્તારમાં ખેત મજૂરીનું કામ કરતા ગુડ્ડુભાઈ પરમારના પત્ની પૂજાબેન (ઉંમર વર્ષ ૨૫) હીરાપર ગામે વાડી વિસ્તારમાં કપાસમાં છાંટવાની દવા પી ગયા હતા.જેથી ટંકારા ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.વધુમાં જાણવા મળચી વિગતો પ્રમાણે તેઓને ત્રણ સંતાનો છે.પતિ સાથે રસોઈ બનાવવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ તે બાબતનું માઠુ લાગી આવતા પૂજાબેન ગુડુભાઈ પરમારે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પ્રેમજીનગર (મકનસર) ખાતે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ભરતભાઈ દેવજીભાઈ ચાવડા રહે.ઘુંટુ નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.






Latest News