મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન


SHARE









મોરબી પાલિકા વાહન વેરો અમલમાં મૂકશે તો આમ આદમી પાર્ટી કરશે આંદોલન

મોરબી પાલિકાએ વાહનકર માટેની તૈયારી કરેલ છે અને જાહેર નોટિસ આપેલ છે ત્યારે જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને વાહનકર વિરુદ્ધ વાંધા અરજી અને લેખિત આવેદનપત્ર આપેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા કોઈપણ વ્યક્તિ વહાન લે તો વહાનકર ચુકવવો પડશે. તેના માટેની કાર્યવાહી કરેલ છે. હાલમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, આરોગ્યની સુવિધાનો અભાવ હોવા છતાં પાલિકા દ્વારા વહાનકર નામનો વેરો આમ જનતા પર નાખવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને આર્થિક ઘણું સહન કરવું પડે તેવી પરિસ્થિતી ઊભી થવાની છે જેથી નાના લોકોની રોજીરોટી ન છીનવાઇ તે માટે વાહન કર અમલમાં ન મૂકવામાં આવે તેવી માંગ કરી છે. અને છતાં પાલિકા દ્વારા આ કર લગાવવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે  અને હાલમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના ઠરાવ વિરુદ્ધ 50 જેટલી વાંધા અરજીઓ આપવામાં આવેલ છે. આ તકે જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News