મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન
મોરબીનો યુવાન 12 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે અમદાવાદમાં ઝડપાયો
SHARE
મોરબીનો યુવાન 12 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે અમદાવાદમાં ઝડપાયો
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર- 2 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 રવિ મોહન સૈની દ્વારા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું હોય, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થો શોધી કાઢવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં નાર્કોટિક્સનો કેસ શોધી કાઢવામાં આવેલ છે અને આશરે 12 કિલો ગ્રામ હાઈબ્રીડ ગાંજો કબજે કરીને મોરબીના એક યુવાનની ધરપકડ કરેલ છે. અને નશાકારક પદાર્થો શહેરમાં આવતા રોકવા માટે અમદાવાદ શહેરના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ .બી. ગંધા તથા સ્ટાફના હે.કો. યુવરાજસિંહ, પો.કો. ગૌરાંગભાઈ, જયરાજભાઈ, રાજદીપસિંહ, રવિભાઈ, એઝાઝ ખાન, આશિષભાઈ, હરિશ્ચંદ્રસિંહ, અશ્વિનભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ પાસેથી, રોપડા ચેક પોષ્ટ ખાતેથી શંકાસ્પદ ઈસમ નીકળતા, શંકાસ્પદ જણાતા, વટવા પોલીસ દ્વારા તેને રોકી, તપાસ કરતા, આ ઇસમનું નામ યોગેશભાઈ રતિલાલ દસાડિયા જાતે પટેલ (30) રહે. નિત્યાનંદ પાર્ક પંચાસર રોડ મોરબી મૂળ રહે. જૂના સાદુળકા વાળાએ બે થેલામાં છુપાવેલો આશરે 12 કિલો ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવેલ હતો.
જેની કિંમત રૂ. 3,59,91,000 જેવી થાય છે. વટવા પોલીસ દ્વારા મળેલ હકીકત આધારે *આરોપી યોગેશભાઈ રતિલાલ દસાડિયા જાતે પટેલ ઉવ. 30 રહે. નિત્યાનંદ પાર્ક, પંચાસર રોડ, મોરબી જી. મોરબી મૂળ રહે. જૂના સાદુળકા તા.જી. મોરબીની ધરપકડ* કરી, હાઇબ્રિડ ગાંજો, આધાર કાર્ડ, થાઈ એરલાઇન્સ ફ્લાઇટ બેંગકોક થી મુંબઈની ટિકિટ, ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વિવો કંપનીનો મોબાઇલ ફોન, બે ટ્રાવેલિંગ બેગ, સહિત કુલ કિંમત રૂ. 3,60,12,900 નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી યોગેશ દસાડિયા, નિધિ અને સાયલી નામની મહિલાઓ મળી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.ગંધા દ્વારા સરકાર તરફે ફરિયાદી થઈ NDPS એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે...._
પકડાયેલ આરોપી યોગેશ રતિલાલ દસાડિયાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી અગાઉ સિરામિક માં કામ કરતો હોય, તેની સાથે પુના મહારાષ્ટ્રની નિધિ નામની મહિલા કામ કરતી હતી, જેથી તેની સાથે સંપર્કમાં હતો. આ નિધિ દ્વારા તેને જણાવવામાં આવેલ કે, રૂપિયાની જરૂર હોય તો, વિદેશમાંથી પાર્સલ લાવી આપશો તો, રૂ 70,000/- એક ટ્રિપ ના મળશે. જેથી, નિધિના કહેવાથી સાયલી નામની મહિલાઓ સંપર્ક કરી, નાસિકના પ્રીતમ નામના વ્યક્તિ સાથે તે બેંગકોક ગયેલ હતો અને ત્યાંથી સાયલી નામની મહિલા દ્વારા હોટલના કાઉન્ટર ઉપરથી પાર્સલ આપવામાં આવેલ અને મુંબઈ ઉતરી, નિધિ નો સંપર્ક કરતા, અત્યારે પાર્સલ ગુજરાત લઈ જવા જણાવેલ હતું. જેથી મુંબઈ થી ટ્રાવેલ્સ ની બસમાં અમદાવાદ આવી, રોપડા ચેક પોષ્ટ નજીક ઉતરેલ અને અન્ય વાહનમાં મોરબી જવાનું હતું, ત્યારે પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર વટવા પોલીસની ટીમ દ્વારા પકડાયેલ આરોપી યોગેશ રતિલાલ દસાડિયાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી *વિદેશથી નશાકારક પદાર્થ વિમાન માર્ગે લાવવાની મોડસ ઓપરેન્ડી* ધરાવતો હોવાનું જણાઈ આવેલ છે. પોતાને કોઈ કામધંધો ના હોય, જીવન નિર્વાહ ચલાવવા માટે નશાકારક પદાર્થોની હેરાફેરી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત પ્રાથમિક પૂછપરછમાં કરવામાં આવેલ છે..._
આમ, વટવા પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આરોપી યોગેશ દસાડિયાને પકડી પાડી, હાઇબ્રીડ ગાંજા સહિતના કુલ આશરે સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમના નશાકારક પદાર્થ હાઇબ્રિડ ગાંજો સાથે પકડી પાડી, NDPS એક્ટ હેઠલ ગુન્હો નોંધવામાં આવેલ છે. વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી. ગંધા તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં વિદેશમાં જઈને ગાંજો લાવેલ છે કે કેમ...? બીજા કોઈ ગુન્હા આચરેલા છે કે કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ..? પકડાયેલ માતબર રકમનો હાઈબ્રિડ ગાંજો ક્યાંથી લાવેલા અને કોને ડિલિવરી કરવાનો હતી...? ભૂતકાળમાં આરોપીઓ કેટલી વાર કેટલો જથ્થો લાવેલ છે..? વિગેરે મુદાઓસર પોલીસ રિમાન્ડ લેવા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે