મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સાર્થક તુલસી દિવસ સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું આયોજન

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા આઠ વર્ષથી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર દ્વારા નવ મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. અને તેની સાથે પૂર્વ વિદ્યાર્થ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજન, તુલસી સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણનો કાર્યક્રમો યોજાશે. તેની સાથોસાથ તા. 24 અને 25 ના રોજ સવારે 9:00 થી સાંજે 5:00 સુધી બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. જેમાં ધો. 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ, એથીકલ ઇકોનોમિક્સ વે ઓફ બિઝનેશ, કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન, નેટવર્કિંગ માટે યોગ્ય તક, કોમ્યુનિકેશન સ્કિલ, વાસ્તવિક વ્યાપારી વિશ્વને સમજવું જેવી માહિતી આપવામાં આવશે. તેમજ તા 25 ડિસેમ્બરના રોજ સવારે 9:00 થી 12:30 સુધી પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખવામા આવેલ છે. જેમાં વર્ષ 2017 થી 21 સુધીના વર્ષમાં ધો. 12 પૂર્ણ કરેલા હોય તે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાશે તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે.




Latest News