મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હે ભગવાન: હળવદ તાલુકામાંથી ડીગ્રી કે લાયસન્સ વગર કલીનીક ચલાવતા પાંચ બોગસ ડોકટર ઝડપાયા


SHARE







મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનાઓમાં ચેક કરીને બોગસ ડોક્ટરોને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી શહેર, તાલુકા અને ટંકારા તાલુકામાંથી અત્યાર સુધીમાં કુલ ચાર બોગસ ડોક્ટરને પકડવામાં આવ્યા છે તેવામાં હળવદ તાલુકા પોલીસે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો ની અંદર બોગસ ડોક્ટરોને શોધવા માટે થઈને ખાસ કવાયત હાથ ધરી હતી અને અલગ અલગ ગામની અંદરથી એક કે બે નહીં પરંતુ પાંચ બોગસ ડોક્ટરોને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ એસ.એચ.સારડાની સુચના મુજબ હળવદ તાલુકા પીઆઇ આર.ટી. વ્યાસ સહિતની ટીમ કામ કરી રહી છે અને તાલુકામાંથી બોગસ મેડીકલ ડિગ્રી ધરાવતા નકલી ડોકટરને શોધી કાઢવા કવાયત ચાલી રહી હતી તેવામાં હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી હળવદ તાલુકામાં અલગ અલગ ગામડામાં કાર્યવાહી કરી હતી ત્યારે ડોકટરનું ગુજરાત સરકાર માન્ય લાયસન્સ કે ડિગ્રી ધરાવ્યા વગર પોતાનું પ્રાઇવેટ કલીનીક ખોલી એલોપેથી દવા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા અને કોઈ ડીગ્રી નહી હોવા છતા બીમાર દર્દીઓની એલોપેથી દવા આપી ખોટી રીતે સારવાર કરવામાં આવતી હતી. જેથી હાલમાં પોલાસે એક કે બે નહી એકી સાથે તાલુકામાંથી પાંચ બોગસ ડોકટરને ઝડપી લીધેલ છે

હાલ પોલીસે આપેલ માહિતી મુજબ સંદિપભાઇ મનુભાઇ પટેલ રહે. રૂકમણી સોસાયટી સરા રોડ હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે), વાસુદેવભાઇ કાંતીભાઈ પટેલ રહે. હાલ સુંદરભવાની મુળ રહે. બેચરાજી (દવાખાનું સુંદરી ભવાની ખાતે), પરીમલભાઈ ધિરેનભાઈ બાલા રહે. હાલ રણમલપુર હળવદ મુળ રહે. અશોકનગર બિલાસપુર (દવાખાનું રણમલપુર ગામ ખાતે), પંચાનન ખુદીરામ ધરામી રહે. હાલ રાયસંગપુર હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તપીલીભીતી (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે) અને અનુજ ખુદીરામ ધરામી રહે. હાલ ઢવાણા હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની પીલીભીતી (દવાખાનું ઢવાણા ગામ ખાતે) વાળાને પકડેલ છે અને તેની પાસેથી અલગ અલગ કંપનીની 51,567 રૂપિયાની ટેબ્લેટ વિગેરે કબજે કરેલ છે






Latest News