મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી ત્યાર બાદ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આ ગુનામાં આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાલમાં રહેતો પરિવાર અગાઉ વીસીપરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેઓના વિસ્તારમાં રહેતા સાહિલ ઇલ્યાસભાઈ કટિયા નામના શખ્સે આ પરિવારની સગીર વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે, આ સગીરાનો પરિવાર ત્યાર બાદ મોરબીના વીસીપરા વિસ્તારને છોડીને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે જતો રહ્યો હતો તેમ છતાં પણ સાહિલ કટિયાએ સગીરાને સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું અને તેના પરિવારને બદનામ કરવાની ધમકીઓ આપી હતી જેથી ભોગ બનેલ સગીરાની માતાએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી સાહિલ ઇલ્યાસભાઈ કટિયા (20) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, હાલમાં જે આરોપીને દુષ્કર્મના ગુનામાં પકડવામાં આવેલ છે તે અગાઉ અપહરણ અને લૂંટના ગુનામાં પકડાયેલ છે જેથી કરીને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News