મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે

મોરબીમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાની માતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેથી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં અગાઉ વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને તેઓના વિસ્તારમાં રહેતા સાહિલ ઇલ્યાસભાઈ કટિયા નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે, આ સગીરાનો પરિવાર ત્યાર બાદ મોરબીના વીસીપરા વિસ્તારને છોડીને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે જતો રહ્યો હતો તેમ છતાં પણ સાહિલ કટિયાએ સગીરાને સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું અને તેના પરિવારને બદનામ કરવાની ધમકીઓ આપી હતી.

જેથી ભોગ બનેલ સગીરાની માતાએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી સાહિલ ઇલ્યાસભાઈ કટિયા (20) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરીને હતી અને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News