મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત
હળવદની સરા ચોકડીએ ડમ્પર ચાલકે કારને હડફેટે લઈને કાર ચાલકને ગાળો ભાંડી !
SHARE
હળવદની સરા ચોકડીએ ડમ્પર ચાલકે કારને હડફેટે લઈને કાર ચાલકને ગાળો ભાંડી !: બે આરોપી ડમ્પર લઈને ફરાર
હળવદની સરા ચોકડી પાસેથી કાર લઇને પસાર થતા યુવાનની કાર સાથે ડમ્પર ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કારમાં નુકસાની થઈ હતી આટલું જ નહીં પરંતુ કારચાલકને ગાળો પણ આપીને ડમ્પર ચાલક સહિતના બે શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જેથી ભોગ બનેલા યુવાને હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સહિત બે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાની સર ચોકડી પાસેથી હોન્ડા સિટી કાર લઈને વિરમગામ તાલુકાના શોકલી ગામે રહેતા મેહુલભાઈ મહેન્દ્રભાઇ ટાપરિયા (ઉંમર ૩૫) પસાર થતાં હતા ત્યારે તેની કાર નંબર જીજે ૨ એપી ૪૪૭૭ ને ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૪૬૦ ના ચાલકે અડફેટે લીધી હતી જેથી કરીને કારની અંદર નુકસાન થયું હતું અને ત્યારબાદ ડમ્પર ચાલક અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિએ કાર ચાલક યુવાનને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ફરિયાદ લઈને ડમ્પર ચાલક સહિત બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરેલ છે
દેશીદારૂનો આથો
માળીયા મિયાણા તાલુકાના નવાગામે મહાકાળી માતાના મંદિરની પાછળના ભાગમાં ખરાબામાં બાવળના ઝુંડ વચ્ચે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતના આથાને કબજે કર્યો હતો અને આ જથ્થો અનવરભાઈ હાજીભાઈ જેડા જાતે મિયાણા (ઉંમર ૫૫) રહે. નવાગામ વાળા હોવાનું સામે આવ્યું હતું માટે પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાનનું મોત
મોરબી તાલુકાના નાગડાવાસ ગામના મૂળ રહેવાસી અને હાલમાં પ્રેમજીનગર ખાતે રહેતા કાંતિભાઈ પ્રેમજીભાઇ ચાવડા (ઉંમર 39) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે મોરબીના ભરતનગર ગામના બસ સ્ટેન્ડ પાસે શ્વાસની બિમારી સબબ મનુભાઇ રાજાભાઈ ચાવડા (ઉંમર 49) રહે. નાગડાવાસ વાળાનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી