હળવદની સરા ચોકડીએ ડમ્પર ચાલકે કારને હડફેટે લઈને કાર ચાલકને ગાળો ભાંડી !
મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE
મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીમાં સોઓરડી પાસે આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા આધેડે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આધેડના દીકરાએ વ્યાજખોર સહિત કુલ મળીને ચાર વ્યક્તિની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સોઓરડી પાસે આવેલ માળીયા વનાળીયા વિસ્તાર ત્રણ મંદિર પાસે રહેતા જીતેન્દ્રભાઇ બળવંતભાઇ શેખવા (ઉ-૨૫)એ હાલમાં ગોપાલ ફાયનાન્સ વાળા ગભલાભાઇ, કેશુભાઇ ખાખરાળા, મેહુલભાઇ સોઓરડી વાળા, સંદીપભાઇ પટેલ વિનસલ કારખાના વાળા અને વિડીયોમા દેખાતો માણસની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મેહુલભાઇ સોઓરડી વાળાએ તેના પિતાને જામીન તરીકે વચ્ચે રાખીને બીજા માણસોને વ્યાજે રૂપીયા આપ્યા હતા તે લોકો રૂપીયા આપતા ન હોય તેની ઉઘરાણી ફરિયાદી યુવાનના પિતા પાસે કરવામાં આવતી હતી અને પૈસા ફરીયાદીના પિતાએ આપેલ હોય તે પૈસા ફરીયાદીના પિતા પાછા માંગતા પૈસા નહી આપી અવાર નવાર ધાકધમકી આપતા હતા અને આરોપી ગોપાલ ફાયનાન્સ વાળા ગભલાભાઇ અને કેશુભાઇ ખાખરાળાને ફરીયાદીના પિતાએ આપેલ પૈસા પરત માંગતા મારવા દોડતા હતા અને આરોપી સંદીપભાઇ પટેલ પાસે ફરીયાદીના પિતાને મજુરીના લેવાના બાકીના રૂપીયા ન આપી તેમજ વિડીયોમા દેખાતો એક આરોપીએ વિડીયોમા ફરીયાદીના પિતાને જાહેરમા જ્ઞાતિ વિરૂધ્ધ હડધુત કરેલ હતા જેથી કરીને તમામ આરોપીઓના ત્રાસના કારણે કંટાણીને ફરીયાદી યુવાનના પિતા બળવંતભાઇ શેખવાએ મજબુરીમા ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ-૫૦૪, ૫૦૬, તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ), અન ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે