મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાઇકના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનોને ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ હરજીવનભાઈ સોલંકી પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩૬ એએ ૯૧૬૮ લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીકથી પસાર થતા હતા ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને રાજેશભાઈ સોલંકીને શરીરે ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે હાલમાં મૃતક યુવાનના ભાઈ નરેશભાઈ હરજીવનભાઈ સોલંકી રહે. નવા ધરમપુર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે