મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસે કાર ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE









મોરબીના નાની વાવડી પાસે કાર ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના વાવડી ગામ નજીક એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા લઈને જઈ રહેલા વૃદ્ધને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ કરસનભાઈ સોલંકી (45)એ કાર નંબર જીજે 3 ઇએલ 2796 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નાની વાવડી ગામ નજીક ભૂમિ ટાવરની સામેના ભાગમાંથી ફરિયાદીના પિતા કરસનભાઈ પ્રગજીભાઈ સોલંકી (86) પોતાનું એકટીવા નંબર જીજે 36 જે 65 10 લઈને ઘરેથી દુકાને જતા હતા દરમિયાન તેમની દુકાન નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News