મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

હળવદના માનગઢ ગામે ઘર પાસે તાપણું કરીને બેઠેલા યુવાન ઉપર પાઇપ વડે હુમલો


SHARE













હળવદના માનગઢ ગામે ઘર પાસે તાપણું કરીને બેઠેલા યુવાન ઉપર પાઇપ વડે હુમલો

હળવદ તાલુકાના માનગઢ ગામે યુવાન ઘર પાસે બજારમાં અન્ય લોકો સાથે બેસીને તાપણું કરીને રહ્યો હતો અને વાતો કરતો હતો દરમિયાન તે ગામનો શખ્સ પાઇપ લઈને ત્યાં આવ્યો હતો અને કોઈ કશું જ સમજે તે પહેલા આ શખ્સ દ્વારા પાઇપ વડે યુવાનને પીઠના ભાગે તથા હાથ ઉપર પાઇપના ઘા મરવામાં આવેલ હતા અને ત્યારબાદ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવારમાં લઈ ગયા હતા અને તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ એરવાડીયા (40)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજય ઉર્ફે ગેંડો નાગરભાઈ વાંકડ રહે. માનગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તે પોતાના ઘર પાસે બજારમાં અન્ય લોકો સાથે બેસીને તાપણું કરતો હતો અને વાતો કરી રહ્યો હતો દરમિયાન આરોપી પોતાના હાથમાં લોખંડનો પાઇપ લઈને ત્યાં આવ્યો હતો અને ત્યારબાદ કશું જ બોલ્યા વગર તેણે ફરિયાદી યુવાને પીઠના ભાગે તથા ડાબા હાથ ઉપર પાઇપના ઘા માર્યા હતા અને ત્યાં બેઠેલા બાલાભાઈએ આરોપીને “આવું કેમ કરે છે” તેવું કહેતા તેણે તેઓને પણ ગાળો આપી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પડકવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News