મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત
મોરબી જીલ્લામાં ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે સ્થળાંતર કરતા હોય છે અને અવારનવાર તેના પશુની તસ્કરી કરવામાં આવતી હોય છે જેથી કરીને માલધારી વિકાસ સંગઠન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.
મોરબીમાં માલધારી વિકાસ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે, ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે એક જીલ્લાથી બીજા જીલ્લામાં સ્થળાંતર કરીને પશુ ઘેટા બકરા લઈને જતાં હોય છે ત્યારે અવારનવાર પશુઓની તસ્કરી કરીને તેઓને હેરાન કરવામાં આવે છે તેવી માલધારીઓની ફરિયાદ ઉઠી રહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લામાં પશુની તસ્કરીની ઘટનાઓ અનેક વખત બનેલ છે ત્યારે માલધારીઓની ફરિયાદને ધ્યાને લઈને તસ્કરોને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી સમયમાં ગુજરાતભરમાં માલધારીઓ અને માલધારી સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.