મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત
વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું
SHARE
વાંકાનેરના સિંધાવદર ગામે નવા સિમેન્ટ રોડ-રેલ્વે અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાયું
વાંકાનેર તાલુકાનાં સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે તેમજ નવા સિમેન્ટ રોડનું લાલજી મહારાજની જગ્યાના મહંત આનંદરામ બાપુ તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરૂભા ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે સાંસદના પીએ ક્રિપાલસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ, હુસેનભાઇ ગઢવાળા, ગનીભાઈ પટેલ, ગુલાભાઈ પરાસરા, અબાસભાઈ શેરસીયા, પ્રણવસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહયા હતા અત્રે ઉલેખનીય છે કે, સિંધાવદર બસ સ્ટેન્ડથી ગામ તરફ જવાનો રેલ્વે અંડરબ્રિજના નાલાની ભલામણ સંસાદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.