મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત
મોરબીમાં ચિલ્ડ્રન વેલફેર કમિટી દ્વારા વિકાસ વિદ્યાલયમાં નવા વર્ષની ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં ચિલ્ડ્રન વેલફેર કમિટી દ્વારા વિકાસ વિદ્યાલયમાં નવા વર્ષની ઉજવણી કરાઇ
મોરબી બાળ કલ્યાણ સમિતિ દ્વારા ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ વિકાસ વિદ્યાલય સંસ્થાની તમામ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે સંસ્થાની તમામ બાળાઓ રંગબેરંગી કપડાઓમાં ગરબે રમ્યા હતા. અને કમિટીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની દીકરીઓના હાથે કેક કટીંગ કરાવ્યુ હતું આમ દીકરીઓની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ તકે કમિટીના ચેરમેન રમાબેન ગડારા, સભ્યો બિપીનભાઈ વ્યાસ, પિયુતાબેન કણસાગરા, ખુશ્બુબેન કોઠારી અને દીપાબેન રાવલ, સમાજ સુરક્ષા વિભાગમાંથી ચાઈલ્ડ વેલફેર સમિતિ પ્રોટેક્શન ઓફિસર દિલીપભાઈ રાનવા અને ધ્રુવભાઈ રામાનુજ તેમજ સંસ્થાના મેનેજર દમયંતિબેન નિમાવત તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો