મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓને ક્લાર્ક તરીકે પ્રમોશન
મોરબીમાં આધાર કાર્ડના કામ માટે લોકોને લૂંટનારા પોસ્ટમેન સહિત બે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: અનધિકૃત કામ માટે બીબુ કયાં બનાવ્યું તે સવાલ
SHARE
મોરબીમાં આધાર કાર્ડના કામ માટે લોકોને લૂંટનારા પોસ્ટમેન સહિત બે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: અનધિકૃત કામ માટે બીબુ કયાં બનાવ્યું તે સવાલ
મોરબીના શનાળા રોડ ઉપર પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર ખાતે આધાર કાર્ડની કામગીરી થતી હતી અને ત્યાં જતાં લોકો પાસેથી કામગીરી માટે 300 થી લઈને 5000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો જેથી કરીને પોસ્ટ વિભાગના કર્મચારીની કીટ વાપરતા હોવાનું સામે આવ્યું હોવાથી મોરબીના પોસ્ટ માસ્તર દ્વારા ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક અને પોસ્ટમેન સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા જેથી કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ સેન્ટરમાંથી જે લોકોએ આધાર કાર્ડની કામગીરી કરાવેલ હોય તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
સરકાર દ્વારા આધાર કાર્ડને મહત્વનો સરકારી પુરાવો ગણવામાં આવી રહ્યો છે ત્યારે આધાર કાર્ડમાં કોઈપણ જાતના સુધારા, ફેરફાર કે પછી નવા આધાર કાર્ડ કઢાવવા હોય તો તેના માટે સરકારે ફી નક્કી કરેલ છે જો કે, ખાનગી જગ્યાઓમાં નીકળતા આધાર કાર્ડ માટે થઈને મોટી ફી વસૂલમાં આવતી હોય છે આવું જ મોરબીમાં સામે આવ્યું છે જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ શોપિંગ સેન્ટર ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામની દુકાન આવેલ છે જેમાં આધાર કાર્ડમાં સુધારા વધારા, ફેરફાર કે પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી જો કે, અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલ ફી મુજબ નહીં પરંતુ 300 થી લઈને 5000 સુધીના રૂપિયા લેવામાં આવતા હતા અને ત્યાં સરકારી કામ માટે જે કીટ ઉપયોગમાં લેવામાં આવતી હતી તે મોરબીના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી નંબર 70035 વાળી કીટ હોવાનું સામે આવ્યું હતું.
જેથી કરીને ત્યાંના સંચાલક વિજય સરડવા આધાર કાર્ડની કામગીરી માટે અધિકૃત કરેલ ન હતા તો પણ અન્યની આઈડી કીટનો આધાર કાર્ડના ડેટામાં સુધારા વધારા કરવા માટે તેમજ નવા બનાવવા માટે ઉપયોગ કરતાં હતા અને સરકારી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતાં હતા જેથી કરીને આધાર કાર્ડના કામમાં લોકોની સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાની મોરબીમાં રહેતા પોસ્ટ માસ્તર પરાગ હરસુખલાલ વસંત (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની સામે ફરિયાદ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના ચાર દિવસના એટ્લે કે તા 7/1 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે.
વધુમાં આ ગુનાની તપાસ કરી રહેલા પીઆઇ હકૂમતસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરના સંચાલક વિજયભાઇ કેશવજીભાઈ સરડવા રહે. સાનીધ્યપાર્કની ધરતી ટાવર બ્લોક-401 રવાપર તથા જયેશભાઇ ગોવીદભાઇ સરડવા રવાપર ધુનડા રોડ ઉમીયાનગર સોસાયટી કેશવ પેલેસ બ્લોક નં. 302 વાળા હાલમાં રિમાન્ડ ઉપર છે અને આ આરોપીઓની પાસેથી આધારકાર્ડ માટે ઇસ્યુ કરેલ સરકારી મોબાઇલ સહીત કુલ ચાર મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા છે અને આધારકાર્ડ બનાવવા કે લીંક કરવા માટે બાયોમેટ્રીક મશીનપર લગાવવામા આવેલ સફેદ બીબુ કયા બનાવેલ છે ?તેમજ આજદીન સુધીમા કેટલા ગ્રાહકોને આધારકાર્ડની કામગીરી કરી આપેલ છે? કેટલા રૂપીયા લીધેલ છે ?, અન્ય કોઇ આરોપીઓની સંડોવણી છે કે કેમ ? તે સહિતની બાબતોની હવે તપાસ કરવામાં આવશે. અને વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરમાં જે લોકોએ આધારકાર્ડનું કામ કરાવ્યુ હોય અને તેઓએ નિયત કરેલ રૂપીયાથી વધુ રૂપીયા ચુકવેલ હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.