મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ: સહકાર આપવા નગરજનોને અપીલ મોરબી મહાપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેને લાભાર્થીઓ સાથે કરી રૂબરૂ મુલાકાત મોરબીની માળિયા વનાળિયા સોસાયટીના મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા ભાજપના આગેવાનની માંગ મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન !
Breaking news
Morbi Today

મોરબીના કમિશ્નર સ્વપ્નિલ ખરેની શહેરમાં પહેલી જ મુલાકાતમાં 10 દુકાનદાર દંડાયા


SHARE











































મોરબીના કમિશ્નર સ્વપ્નિલ ખરેની શહેરમાં પહેલી જ મુલાકાતમાં 10 દુકાનદાર દંડાયા

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી અને ત્યારે જુદાજુદા વિસ્તારમાં 10 જેટલા વેપારીઓની દુકાનોની પાસે કચરો હોવાથી તેને દંડ કર્યો હતો.

મોરબીના કમિશ્નર સ્વપ્નિલ ખરે પહેલા જ દિવસે ડેપ્યુટી કમિશનરને સાથે રાખીને શહેરના સુરજબાગ, મહેન્દ્રપરા મેઈન રોડ, રેલવે સ્ટેશન રોડ, સરદાર બાગ, વાવડી રોડ સહિતનાં વિસ્તારમાં ગયા હતા અને ત્યારની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઑ સાથે સમિક્ષા બેઠક કરી હતી. તેમજ શહેરમાં સારી રીતે સફાઈ જળવાઈ રહે તેના માટે સફાઈ કામદારો સાથે વાતચીત કરી છે અને સફાઈ કામદારોની કામગીરી સંતોષકારક હોવાનું તેમણે જણાવ્યુ હતું. અત્રે ઉલેખનીય છેકે, આજે પહેલા દિવસના રાઉન્ડ દરમ્યાન મોરબીના વાવડી રોડે 10 જેટલી દુકાન બહાર કચરો પડ્યો હતો જેથી કરીને તે વેપારીઓને મહાપાલિકાએ દંડ કર્યો હતો.






















Latest News