વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજના વધુ રૂપિયા પડાવવા માટે વૃદ્ધ અને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપનારા એક વ્યાજખોરની ધરપકડ


SHARE











મોરબીમાં વ્યાજના વધુ રૂપિયા પડાવવા માટે વૃદ્ધ અને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપનારા એક વ્યાજખોરની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધના દીકરાને બે શખ્સોએ ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જેની સામે તે બંનેને વ્યાજ સહિતની મુદલ રકમ પરત આપી દીધી હોવા છતાં વૃદ્ધના દીકરા પાસેથી બળજબરી પૂર્વક ચેક લખાવી લેવામાં આવ્યા હતા અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે થઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદ આધારે પોલીસે બે પૈકીનાં એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલ ઉમા પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા રતિલાલ હરખજીભાઈ ફેફર (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્ર રઘુવીરભાઈ રામાનુજ તથા વિજય વશરામભાઈ હુંબલ સામે ફરિયાદ નોંધાવી  હતી કે આરોપીઓએ તેના દીકરાને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જે ફરિયાદીએ વ્યાજ અને મુદ્દલની રકમ આરોપીઓને પરત આપી દીધેલ છે તેમ છતાં પણ બળજબરી પૂર્વક ફરિયાદીના દીકરા પાસેથી ચેક લખાવી લીધા હતા અને વ્યાજના રૂપિયાની બળજબરી પૂર્વક ઉઘરાણી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કરકર અને ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી વિજય વશરામભાઈ હુંબલ (37) રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા (૨૩), હિતેશભાઈ હરેશભાઈ પાટડીયા (૨૩) અને સાવન ગોપાલભાઈ પાટડીયા (૧૮) ને સજનપરથી ટંકારા જતા રસ્તે ઘુનડા નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવના અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.જ્યારે ટંકારાના કોઈલી ગામે રહેતા આશિષ બદીયાભાઈ ભુરીયા નામનો નવ વર્ષનો બાળક બાઇકમાં જતો હતો તો સમયે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા ઇજા થતા મોરબી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લવાયો હતો.તેમજ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા રામાભાઇ કાળુભાઈ નામના ૬૫ વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી સબબ વાંકાનેરની સિવિલ ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા






Latest News