મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી નજીક ડમ્પર નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત થવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE













મોરબી નજીક ડમ્પર નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત થવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસે રોંગ સાઈડમાં આવેલા ટ્રકના કારણે વાહન ચાલકો પોતાના વાહન ઊભા રાખીને ઉભા હતા દરમિયાન પાછળથી આવેલ ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારી હતી જેથી તે બાઈક આગળ જતી કાર સાથે અથડાયું હતું અને ત્યારબાદ બંને યુવાનો બાઇક ઉપરથી રસ્તા ઉપર પટકાતા એકને જમણા હાથની કોણી અને પગમાં ઇજાઓ થઈ હતી જ્યારે બીજા યુવાનને શરીર ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી જતા માથું અને શરીર ચગડાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવમાં ભોગ બનેલા યુવાને ટ્રક અને ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (48)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 31 ટી 4553 અને ડમ્પર નંબર જીજે 12 એટી 9670 ના ચાલકો સામે ફરિયાદ કરી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધૂનગર ક્લબ હાઉસ હોટલની સામેના ભાગમાંથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે નેશનલ હાઈવે રોડ ઉપર બંધુનગર ક્લબ હાઉસ હોટલની સામે આવેલ કટ પાસેથી મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચડાવ્યો હતો. ત્યારે રસ્તો બંધ હોવાથી ફરિયાદીએ તેનું બાઈક નં. જીજે સીજી 7784 ઉભું રાખ્યું હતું અને અન્ય વાહન ચાલકોએ પણ પોતાના વાહનોને બ્રેક કરીને ઉભા હતા ત્યારે ડમ્પર નં. જીજે 12 એટી 9670 ના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને બાઈક ઉપર બેઠેલા ફરિયાદી તથા દિનેશભાઈ લાલજીભાઈ વોરા (40) બંને બાઇક સહિત આગળ જતી કારની પાછળના ભાગમાં અથડાયા હતા અને ત્યારે ફરિયાદીને જમણા હાથ, જમણા પગ તથા ઢીંચણના ભાગે ઇજાઓ થઈ હતી. જો કે, દિનેશભાઈ વોરા રસ્તા ઉપર નીચે પટકાતા આરોપીનું ડમ્પર તેના માથા અને શરીર ઉપરથી ફરી વળ્યું હતું જેથી દિનેશભાઈ વોરાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ટ્રક અને ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેની તપાસ પીએસઆઈ બી.એમ.બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા ચલાવી રહ્યા હતા અને આ ગુનામાં આરોપી ફિરોઝ જાહરુદીન અન્સારી (34) રહે. ડાલી ઝારખંડ વાળાની ધરપકડ કરેલ છે.






Latest News