મોરબી નજીક ડમ્પર નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત થવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૮ મી જાન્યુયારીએ યોજાશે: મોરબીમાં ૭ જાન્યુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળો
SHARE
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૮ મી જાન્યુયારીએ યોજાશે: મોરબીમાં ૭ જાન્યુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળો
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. ૧૮/૦૧ ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો, જિલ્લાના પદાધિકારીગણ તરફથી મળેલા પ્રશ્નો, પી.જી. પોર્ટલની પેન્ડિંગ અરજીઓની ચર્ચા, સ્વાગત પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબીમાં ૭ જાન્યુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળો
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.