મોરબીમાં પ્રજાસતાક દિનની ઉજવણીની સમીક્ષા બેઠકનું આયોજન
SHARE
મોરબીમાં પ્રજાસતાક દિનની ઉજવણીની સમીક્ષા બેઠકનું આયોજન
મોરબીમાં આગામી તા. ૨૬ ના રોજ પ્રજાસતાક દિન નિમિતે જિલ્લા કક્ષાની ઉજવણી અમરસિંહજી હાઇસ્કૂલ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત ભવનની બાજુમાં, વાંકાનેર ખાતે કરવામાં આવશે.
જે અન્વયે સમગ્ર કાર્યક્રમના આયોજન અંગેની પૂર્વ સમીક્ષા બેઠક આગામી તા. ૭/૧ ના રોજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળશે. તેમ નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.