મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE









હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ઇજા થયેલ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા બાબુભાઈ મૂળજીભાઈ રાઠોડ (46)એ બોલેરો ગાડી નં. જીજે 6 પીસી 4226 ના ચાલક સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, સુસવાવ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપરથી તેઓ બાઈક નં. જીજે 1 એફએચ 4967 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકમાં મોહનભાઈ બાબુભાઈ મકવાણા પણ બેઠેલા હતા દરમિયાન કારચાલકે તેઓના બાઇકને સાઈડમાંથી હડફેટે લઈને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં ફરિયાદીને ડાબા પગના ઢીચણના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને મોહનભાઈ મકવાણાને ડાબા પગની પેનીના ભાગે મુંઢ ઇજા, કપાળ તથા ડાબા ઢીંચણમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News