મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા સમસુદ્દીને કેટલા રૂપિયામાં મોરબીના ઝીંઝુડામાં લીધુ હતુ મકાન ?


SHARE

















મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે થી ૧૨૦ કિલો હેરોઇન ડ્રગ્સ પકડાયુ છે ત્યારે એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી છે દરમિયાન હાલમાં એવી માહિતી સામે આવી છે કે, સમસુદ્દીન નામના આરોપીએ પોતાના ઘરની અંદર જ ડ્રગ્સનો જથ્થો રાખ્યો હતો તે મકાન તેણે આજથી ચાર વર્ષ પહેલા એક લાખ રૂપિયાની કિંમતમાં ખરીદી કર્યું હતું અને છેલ્લા દોઢ વર્ષથી તે ઝીંઝુડા ગામે આવીને રહેતો હતો તેવું હાલમાં ગામના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

ગુજરાતના કચ્છ, જામનગર અને બાદમાં હવે મોરબી જિલ્લામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે ત્યારે મોરબી સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ડ્રગ્સની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોવાની શંકા સેવાઇ રહી છે અને આજે જ્યારે મોરબીના ઝીંઝુડા ગામે રહેણાંક મકાનમાંથી ૧૨૦ કિલો હેરોઈન ઝડપાયું છે અને તેની સાથે ત્રણ શખ્સો પકડાયા છે ત્યારે એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રકારે સમસુદ્દીન પીરજાદાના જે મકાનની અંદર થી ૧૨૦ કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે તે મકાનને ચાર વર્ષ પહેલાં એક લાખની કિંમતમાં સમસુદીને લીધું હતું અને હાલમાં છેલ્લા દોઢ વર્ષથી તે અહીંયા ઝીંઝુડા ગામે આવીને રહેતો હતો જોકે તેના દ્વારા દોરાધાગા ની કામગીરી કરવામાં આવતી હોય સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી ઘણા બધા લોકો અહીંયા તેની પાસે આવતા હોવાનું હાલમાં તેની આસપાસમાં રહેતા ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે ખરેખર તેની પાસે જે લોકો આવતા હતા તે દોરાધાગા કરવા માટે જ આવતા હતા કે પછી તે લોકો ડ્રગ્સની આપ-લે કરવા માટે આવતા હતા તે દિશામાં તપાસ કરવાની જરૂર છે અને આગામી દિવસોમાં તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે




Latest News