મોરબીના રાજપર રોડે કાર ચાલકે બે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં
SHARE






મોરબીના રાજપર રોડે કાર ચાલકે બે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં
મોરબીના રાજપર રોડ ઉપર મંદિર પાસે કાર ચાલકે બે બાઈકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં બંને બાઈક ઉપર જઈ રહેલા કુલ ચાર યુવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનોને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં ઇજા પામેલા યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા માવજીભાઈ કેશુભાઈ પરમાર (44)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર નં. જીજે 3 ડીએન 6613 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રાજપર રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસે સમર્પણ ફર્નિચર કારખાના સામેથી તેમનો દીકરો મહેશભાઈ બાઈક નં. જીજે 36 એડી 9733 લઈને જઈ રહ્યો હતો અને ત્યારે તેના બાઈકમાં રજનીકાંતભાઈ પણ બેઠેલ હતો જ્યારે બીજું બાઈક નં. જીજે 36 એએચ 1543 ચેતનભાઇ લઈને જઈ રહ્યા હતા અને તેની સાથે તેનો સગો ભાઈ તીરથભાઈ બાઈક ઉપર બેઠેલ હતો આ બંને બાઈકને કાર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બંને બાઈક ઉપર જઈ રહેલા ચારેય યુવાનોને અકસ્માતના બનાવમાં ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાનના પિતા માવજીભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે


