ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો


SHARE

















મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્કમાં રહેતા વેપારી યુવાને તેની સામેના ભાગમાં દુકાન ધારવતા વેપારી પાસેથી અગાઉ રૂપિયા લીધેલ હતા અને તે બાબતે તેણે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમાં સમાધાન થઈ ગયું હતું. જોકે તે બાબતનો ખા રાખીને સામેવાળા વેપારી અને તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં. 8 માં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (39હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખ, તેના ભાઈ કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખઅને જયરાજભાઇ કાનાભાઈ રહે. તમામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડિંગ નામની તેની દુકાન આવેલ છે અને તેની સામે આરોપી ચિરાગભાઈખ્ખની મહાવીર ટ્રેડિંગ નામની દુકાન આવેલ છે અને અગાઉ ચિરાગભાઈખ્ખર પાસેથી ફરિયાદીએ રૂપિયા લીધેલા હતા અને તે બાબતે પોલીસમાં અરજી કરેલ હતી જો કે, તે બાબતે સમાધાન થઈ ગયું હતું તો પણ તેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો આપવાની ના પાડતા ચિરાગભાઈખ્ખરે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ઢીચણના ભાગે માર માર્યો હતો તથા અન્ય બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News