અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : સસ્તામાં બાઈક લેવુ યુવાનને ભારે પડ્યું, રૂા.૨૦ હજારનો ધુમ્બો


SHARE









મોરબી : સસ્તામાં બાઈક લેવુ યુવાનને ભારે પડ્યું, રૂા.૨૦ હજારનો ધુમ્બો

મોરબી એસઓજીના સ્ટાફે મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ ચોકડી નજીકથી એક શંકાસ્પદ બાઇક સાથે ઇસમને પકડ્યો હતો અને વેરિફિકેશન કરવામાં આવતા તેની પાસે રહેલ બાઇક ખાખરેચીના વ્યક્તિનું હોય તેને સોંપવામાં આવ્યું હતું.જોકે જે ઇસમ પાસેથી આ બાઈક મળી આવ્યું હતું તેણે કોઈ હિન્દીભાષી વ્યક્તિ પાસેથી રૂા.૨૦ હજાર આપીને સસ્તામાં બાઈક મેળવ્યું હતું.જોકે આ ચોરાઉ બાઈક હોય હાલ બાઇક સાથે પકડાયેલા બીહારી વ્યક્તિને ૨૦,૦૦૦ નો ધુમ્બો આવી ગયો છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી એસઓજીનો સ્ટાફ વોચમાં હતો અને ત્યારે સ્ટાફના એમ.વી.જોગરાજીયા, કમલેશભાઈ, સામતભાઈ સહિતનાઓ રફાળેશ્વર નજીક હતા ત્યાં રફાળેશ્વર ચોકડીએ ભૂદેવ પાન પાસેથી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા ઈસમને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલ જીજે ૩૬ જે ૭૫૮૦ નંબરનું બાઈક કિંમત રૂા.૨૦ હજારનું જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની પૂછપરછ કરતા તે મૂળ બિહારનો હોય અને હાલ મોરબીના જોધપુર નદી ગામે ડેમ ખાતે રહીને ત્યાં માછીમારીનું કામ કરતો હોય અને તેણે પોતાનું નામ સુરેશ શ્રીબીન્ટુ સહાની માછીયાર (૨૯) હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેની પાસે રહેલા બાઇકના નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશન વડે સર્ચ મારતા આ વાહન મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામના રાજેશભાઈ બાબુભાઈ રાવલનું હોવાનું ખુલ્યું હતું. રાજેશભાઈ રાવલનું બાઈક બે વર્ષ પહેલા ઢુવા ચોકડી પાસેથી ચોરી થયુ હોવાનું સામે આવ્યું હતુ.જોકે તે ચોરી હાલ બાઈક સાથે પકડેલા સુરેશ શાહનીએ નથી કરેલ.કોઈ અજાણ્યો હિન્દીભાષી શખ્સ સુરેશ સહાનીને ઓછી કિંમતે આ બાઈક આપી ગયો હોવાનું સામે આવ્યું હતું..! જેથી પોલીસે બાઈકના મૂળ માલિક રાજેશભાઈ રાવલને બોલાવીને બાઈક તેમને સુપ્રત કર્યું હતું.જોકે ચોરાઉ બાઈક આપીને ૨૦,૦૦૦૦ ની રોકડી કરીને હિન્દીભાષી શખ્સ ભાગી ગયો હોય અને હાલ આ બાઈક સાથે પકડાયેલા સુરેશ શાહનીને રૂપિયા ૨૦ હજારનો ધુમ્બો આવ્યો હોવાનું સામે આવ્યું છે.આમ કોઈપણ પાસેથી વાહનની ખરીદી કરતા પહેલા તેની પૂરી ખરાઈ કરવી જોઈએ અને લાલચમાં આવ્યા વિના વાહન ખરીદી કરવી જોઈએ પૂરતા કાગળ છે કે કેમ અને ખરીદી કર્યા બાદ તેને તાત્કાલિક નામે ચડાવવું જોઈએ.

મારામારીના બનાવમાં કાર્યવાહી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મહેશ ઉર્ફે મચો અમરશીભાઈ વરાણીયા અને શામજી ઉર્ફે રાજુ અમરશીભાઈ વરણીયા રહે.બંને ત્રાજપર ખારી સામે મારામારી સંદર્ભે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.તે રીતે જ મોરબી તાલુકાના વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં સ્ટાફના એ.પી. જાડેજા દ્વારા ઈકબાલ ઉર્ફે અબ્બાસ અબ્દુલ બુચડ (૩૮) રહે.ત્રાજપર ખારી વાળાની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખીના રસ્તે જવાના કુબેર ફાટકની પાસે ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જ્યાં સેન્ટ મેરી સ્કૂલ જતા રસ્તે ફાટક નજીકથી મોટરસાયકલ લઇને જતા અબ્દુલગની જાનમામદ જંગીયા (ઉમર ૩૦) રહે.રોહીદાસપરા મોરબી ના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અબ્દુલગની નામના યુવાનને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી




Latest News