મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત
વાંકાનેરની પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૩૬,૬૮૦ની રોકડ સાથે પકડાયા
SHARE
વાંકાનેરની પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ૩૬,૬૮૦ની રોકડ સાથે પકડાયા
વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતાં ૩ શખસો જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની પાસેથી પોલીસે ૩૬,૬૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ પેડક સોસાયટી નજીક સોનીની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ભરતભાઈ બચુભાઈ ડાભી, રમેશભાઈ મોહનભાઈ માલકિયા અને હિતેશભાઈ ચંદુભાઇ સંઘાળ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૬,૬૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બિનવારસી બાઇક
મોરબી રાજકોટ હાઇવે ઉપર મીતાણા ચોકડી પાસેથી બિનવારસી હાલતમાં બાઈક મળી આવ્યું હતું જેથી કરીને ટંકારા પોલીસ દ્વારા હાલમાં સ્પલેન્ડર પ્લસ બાઇક નંબર જીજે ૧૧ સીએચ ૨૨૨૧ જેની કિંમત આશરે ૩૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેના મૂળ માલિકને શોધવા માટે તેને કવાયત શરૂ કરવામાં આવી છે