મોરબીમાં આર્થિક ટેન્શનના પગલે પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા બે દીકરીઓએ માતાની છત્રછાંયા ગુમાવી
વાંકાનેરના હોલમઢ ગામના વૃદ્ધના હાથ બાંધી પથ્થરના ઘા મારી પગ ભાંગી નાખ્યાં
SHARE







વાંકાનેરના હોલમઢ ગામના વૃદ્ધના હાથ બાંધી પથ્થરના ઘા મારી પગ ભાંગી નાખ્યાં
વૃદ્ધ મહિકા ગામે કડીયાકામ અર્થે ગયા હોય ત્યારે બોખા સહિતનાએ ઝઘડો કરી રિક્ષામાં લઈ જઈ રસિકગઢ પાસે સીમ વિસ્તારમાં માર માર્યો: વૃદ્ધ રાજકોટ સિવિલમાં દાખલ
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના વૃદ્ધ મહિકા ગામે કડિયા કામ માટે ગયા હોય ત્યારે ત્યાં જ ગામમાં રહેતા બોખા સહિતનાએ ઝઘડો કરી હાથ પગ બાંધી રિક્ષામાં લઈ જઈ રસિક ગઢ પાસે સીમ વિસ્તારમાં ઢીકાપાટુ અને પથ્થરથી માર મારી બે પગ ભાંગી નાખ્યા હતા. હાલ વૃદ્ધ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેતા અવચરભાઈ વશરામભાઈ સારલા (ઉ.વ.60) નામના વૃદ્ધ ગઈકાલ વાંકાનેરના મહીકા ગામ પાસે કડિયા કામ અર્થે ગયા હોય ત્યારે બપોરના ચારેક વાગ્યે ની આસપાસ ત્યાં જ ગામમાં રહેતા બોખો તથા તેની સાથેના અજાણ્યા માણસોએ કોઈ કારણોસર ઝઘડો કરી વૃદ્ધને રીક્ષામાં બેસાડી મફલર વડે હાથ બાંધી રસિકગઢના રસ્તે સીમ વિસ્તારમાં લઈ જઈ ઢીકા પાટુ અને મોટાં પથ્થર પગમાં મારી નાસી ગયા હતા.
બાદ વૃદ્ધ ઢસળતા ઢસળતા છેટ રોડ સુધી આવ્યાં અને કોઈ રાહદારીએ તેના પરિવારજનને જાણ કરતા તુરંત પરિવારજનો દોડી ગયા હતા. અને તેઓને તાકિદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે વૃદ્ધના પરિવારે જણાવ્યું કે અવચરભાઈ કડિયા કામ કરે છે. તેઓ ગઈ કાલે મહિકા ગામમાં કડિયાકામ અર્થે ગયા હોય.
ત્યારે ત્યાં જ ગામમાં રહેતાં બોખાએ કોઈ કારણોસર ઝઘડો કરી વૃદ્ધને રિક્ષામાં બેસાડી હાથ બાંધી રસીકગઢના રસ્તે કોઇ રાહદારી ન હોય ત્યાં લઈ જઈ પગમાં મોટાં પથ્થરના ઘા મારી બંને પગ ભાંગી નાખ્યાં હતાં. તેઓને સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર હોવાનું જણાવ્યું હતું. કયા કારણોસર ઝઘડો કર્યો તે હજુ જાણવા મળેલ નથી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

