વાંકાનેરના હોલમઢ ગામના વૃદ્ધના હાથ બાંધી પથ્થરના ઘા મારી પગ ભાંગી નાખ્યાં
મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ
SHARE









મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ
મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કારવામાં આવી હતી.જેમાં બાબો સિંધાભાઈ બાળકનો જન્મ થયો ત્યારે બાળક કાચું હતું અને ઓછા વજનનું બાળક હતું તેમજ જન્મ સમયથી જ બાળક ને ખુબજ શ્વાસની તકલીફ હતી અને એક્સરેમાં પણ જાણવા મળ્યું કે તેમને ન્યુમોનિયા જેવી તકલીફ જાણવા મળી અને લોહી રિપોર્ટમાં પણ ખુબ જ ચેપનો ભાગ જણાયો આટલા માટે બાળકને જન્મથી જ વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી, શ્વાસની તકલીફ વધારે હોવાથી બાળકને ૧૫ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી તેમાં શ્વાસનું મોટું મશીન (HFO ventilator) માં પણ રાખવાની જરૂર પડી હતી અને આશરે દોઢ મહિના સુધી NICU માં સારવાર ચાલ્યા બાદ પીડિયાટ્રિક ટીમની મેહનથી બાળકને સાજું કરાયું અને રાજા અપાઈ. અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે. બાળકના પરિવારજનો દ્વારા ડોક્ટર તથા NICU ટીમનો આભાર માન્યો હતો.(તસ્વીર/અહેવાલ : જીજ્ઞેશ ભટ્ટ દ્રારા-મોરબી)
