મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ રોડે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં


SHARE









હળવદના વેગડવાવ રોડે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપર વાડી પાસેથી બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધના બાઇકને કાર  ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધને માથામાં હેમરેજ તથા પગમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના રહેવાસી અબ્બાસભાઈ હસનભાઈ માણેકિયા (65)એ ગાડી નંબર જીજે 36 એસી 8634 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ વેગડવાવ હળવદ રોડ ઉપર રહેતા રહેમાનચાંદ લોલાડીયાની વાડી પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 13 આરઆર 2233 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને માથામાં હેમરેજ તથા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધે  નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ દેવાભાઈ પરમાર (33) નામનો યુવાન શાંતિવન સ્કૂલ બાજુમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેથી કરીને હરેશભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News