મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE









હળવદના રણમલપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ધાંગધ્રા અને ત્યારબાદ ત્યાંથી સુરેન્દ્રનગર અને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું ગઈકાલે મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ પંચમહાલ જિલ્લાના હડફ મોરવા તાલુકાના મોટા સદલીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે સીમ વિસ્તારમાં ખોડાભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ બાબુભાઈ આદિવાસી (22) નામના યુવાને ગત તા. 2/2 ના રોજ બપોરે 3:00 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને સુરેન્દ્રનગર અને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે, આ યુવાનનું તા. 3/2 ના બપોરે 12:30 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News