વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ
SHARE
મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ન્યુ બાબા રામદેવ હોટલ સામેથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ગાડી અને દારૂ મરીને 3,48,794 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ હતી જો કે, મોરબીના એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટલ સામેથી પસાર થઈ રહેલ ઇકો ગાડી નંબર જીજે 13 સીએ 1852 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 72 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 48,794 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,48,794 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હિંગોળજા (24) રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે. અને તેની પાસેથી સંદીપ બેચરભાઈ ચાઉ રહે. સોઓરડી મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં બંને શખ્સની સામે ગુનો નોંધીને બીજા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે