મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત
SHARE









મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત
મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ તેમજ કન્યા છાત્રાલયના રોડ રસ્તા રીપેરીંગ કરવાની જરૂર છે અને ત્યાં રહેલ ખુલ્લી ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરેલ છે.
મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી સુરપાલસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, શહેરના વોર્ડ નં- ૯ માં આવેલ શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ તેમજ જીઆઇડીસીથી કન્યા છાત્રાલય રોડ તથા કન્યા છાત્રાલય રોડથી રાધે કૃષ્ણ સ્કૂલ તેમજ સરદાર રોડ સુધીના રોડ રસ્તા ખૂબ જ બિસ્માર છે તેમજ ગટરના ઢાંકણા તૂટી જવાના કારણે ખુલ્લી ગટર છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને હલાકીનો સામનો કરવો પડે છે અને ગટરના ઢાંકણા તૂટી ગયા હોવાથી ગંભીર અકસ્માત થવાની શક્યતા છે જેથી કરીને રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓ રીપેરીંગ કરી ગટરના ઢાંકણા નાખવામાં આવે તે અનિવાર્ય છે.
