મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે શેરીમાં બાઇક ચલાવવા બાબતે બોલાચાલી કરીને બે વ્યક્તિને છરીના ઘા ઝીકયા


SHARE









હળવદના ટીકર ગામે શેરીમાં બાઇક ચલાવવા બાબતે બોલાચાલી કરીને બે વ્યક્તિને છરીના ઘા ઝીકયા: ચાર શખ્સ સામે ગુનો નોંધાયો

હળવદના ટીકર ગામે શેરીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદેલ હોય ત્યાંથી બાઇક લઈને નીકળેલા શખ્સને ત્યાં બાઇક ન ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે આધેડ સહિતનાઓની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે બે વ્યક્તિઓને છરીના એક એક ઘા મારવામાં આવ્યા હતા તેમજ લાકડી વડે ફરિયાદી સહિતનાઓને માર માર્યો હતો અને માથામાં ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઇ હાસમભાઈ ભટ્ટી (53)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલમામદભાઇ કાસમભાઇ રાજા, રસુલભાઇ કાસમભાઇ રાજા, રમજાનભાઇ દાદમહમદભાઇ અને મુસ્તાકભાઇ લાલમામદભાઇ રાજા રહે. બધા ટીકર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીના ઘર પાસે પાણીની લાઈન ખોદેલ હોય લાલમામદભાઇનો દીકરો ત્યાંથી બાઈક લઈને નીકળતા રૂકશાનાબેને ત્યાંથી બાઈક નહીં ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે બોલાચાલી કરી હતી અને આ બાબતે ફરિયાદી તથા તેના ભાઈ જુસબભાઈ, હબીબભાઈ તથા ફરિયાદીનો દીકરો રમજાનભાઈ અને સબીરભાઈ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે લાલમામદભાઇ રાજાએ સબીરભાઈને તથા રસુલભાઈ રાજાએ રમજાનભાઈને છરીનો એક એક ઘા માર્યો હતો અને બાકીના બે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને લાકડી વડે આડેધડ માર માર્યો હતો અને માથામાં ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ સહિતના તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલાને માર માર્યો

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા સોનલબેન રાજુભાઈ ઝાલા (34) નામની મહિલાને તેના ભત્રીજા નીતિન હકાભાઇએ લાકડીથી માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે

યુવાનને માર માર્યો

મોરબી ઘૂટું રોડ ઉપર આવેલ મેટ્રો પોલો સામે શત્રુઘ્નપ્રસાદ (24) નામના યુવાનને કેરોનાઈટ કંપનીમાં કામ કરતા મજૂરોએ મસ્તીમાં લડાઈ કરતા હોય ત્યાં લોકોને બચાવવા માટે ગયો હતો ત્યારે શત્રુઘ્નને માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસની જાણ કરવામાં આવી છે




Latest News