મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદના જૂના ધનાળા ગામ પાસે વાડીમાં બકરા ચરાવવાની ના પાડતાં યુવાન અને તેના ભાઈને બે શખ્સોએ માર માર્યો


SHARE









હળવદના જૂના ધનાળા ગામ પાસે વાડીમાં બકરા ચરાવવાની ના પાડતાં યુવાન અને તેના ભાઈને બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના જૂના ધનાળા ગામ પાસે આવેલ ખેતરમાં યુવાને જીરુંના પાકનું વાવેતર કર્યું હતું અને ત્યાં બકરા ચરાવવા માટે આવેલા બે શખ્સોને બકરા ચરાવવાની ના પડી હતી જે તેને સારું લાગ્યું ન હતું જેથી તે બંને શખ્સોએ યુવાન અને તેના ભાઈને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા હરજીવનભાઈ શામજીભાઈ મકવાણા (47)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઈ કરણાભાઈ રબારી અને વરવીતભાઈ ઉર્ફે વનીયો અમરાભાઇ રબારી રહે. બંને મયુરનગર તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં ફરિયાદીની વાડીએ તેના નાના ભાઈ વિષ્ણુભાઈ શામજીભાઈ મકવાણાએ જીરુના પાકનું વાવેતર કર્યું છે અને આ બંને આરોપીઓ બકરા ચરાવતા હોય બકરા ચરાવવાની તેને ના પાડતા આરોપીઓને સારું લાગ્યું ન હતું અને ગૌતમભાઈ રબારીએ પોતાના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને માથામાં મારમાર્યો હતો અને બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદીના નાનાભાઈ વિષ્ણુભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહનમાં નુકશાન

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કચ્છ ભુજ જિલ્લામાં મુન્દ્રા ખાતે રહેતા અનિલસિંહ શ્રીભુવલસિંહ ચંદ્રવંશી (29)એ ટ્રેલર નં. એનએલ 1 એજે 3884 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે માળિયા પોલીસ સ્ટેશન નજીક રોડ ઉપરથી આરોપી પોતાના હવાલા વાળું વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડ ઉપર લગાવેલ લોખંડની એંગલ સાથે તેણે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી લોખંડની એંગલ ફરિયાદીના ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 7046 ઉપર પડતા તેના ટ્રેલરની કેબિને ટોટલ લોસ થઈ ગયેલ છે અને અકસ્માત થયો છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News