માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE









કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છથી જોધપુર ટ્રેન શરૂ થવા માટેની લાંબા સમયથી પ્રવાસી જનતાની માંગણી હતી જેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર્ન રેલ્વે મંત્રીને લોકોની રજુઆત પહોચાડી હતી અને રેલ્વે વિભાગે ગાંધીધામથી જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પ્રવાસી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  

કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિ-રીતરિવાજોમાં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેકને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહમાં ત્રણ વખત ચાલતી ગાંધીધામ-જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલયની પહેલને કચ્છની જનતા સંસ્થાનો ચેમ્બર અને સાંસદ તથા જન પ્રતિનિધિઓની માંગણીઓને લક્ષમાં લઇ ગાંધીધામ જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ટ્રેન શરૂ થતાં કચ્છ-ગુજરાત રાજસ્થાનની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુરને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલયમાં રજુઆતની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું.




Latest News