મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર આરોપી ચોરાઉ વાહન સાથે ઝડપાયો


SHARE









મોરબીમાં પેટ્રોલ પંપ પાસેથી એક્ટિવાની ચોરી કરનાર આરોપી ચોરાઉ વાહન સાથે ઝડપાયો

મોરબીના ગાંધીચોક પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી હતી જેની વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં મોરબી જેલ ચોક પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ગાંધીચોક પાસે ભારત પેટ્રોલ પંપમાં એકટીવા નંબર જીજે 3 એસ 9325 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું એકટીવા ગત તા. 19/2 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદા થયેલ હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે મહિપતસિંહ લાખુભા ઝાલા (58) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ  હતી અને મોરબીમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમી મળી હતી જેના આધારે રાજદીપસિંહ રાણા, હિતેષભાઈ ચાવડા તથા સિધ્ધાજસિંહ જાડેજા વોચમાં હતા તેવામાં મોરબીના જેલ ચોક પાસેથી એક્ટિવા લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કરતાં તેની પાસે જરૂરી કાગળ હતા નહીં અને પોકેટ કોપથી સર્ચ કરતા આ એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ એક્ટિવા સાથે આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઈ ચાનીયા (60) રહે. કાલીકાપ્લોટ મોરબી વાળાની 20 હજારની કિંમતના એક્ટિવા સાથે ધરપકડ કરેલ છે.

કારખાનના કવાર્ટર પાસેથી બાઈકની ચોરી
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આવેલ જ્યોતિ સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ રાજકોટના રહેવાસી મુન્નાભાઈ રાણાભાઇ સોઢા (43)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નર્સરી ચોકડીથી જ્યોતિ સેનેટરીના લેબર ક્વાર્ટર પાસે તેણે પોતાનું બાઈક નં. જીજે 3 એમએન 8518 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News