મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી ગામે સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે દીકરા સાથે ઝઘડો કરીને માતાને વાળ પકડીને ઝાપટો મારી


SHARE







વાંકાનેરના જોધપર ખારી ગામે સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે દીકરા સાથે ઝઘડો કરીને માતાને વાળ પકડીને ઝાપટો મારી

વાંકાનેરના જોધપર ખારી ગામે રહેતા મહિલા પાસેથી સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે બોલાચાલી કરી હતી અને મહિલાના દિકરા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ મહિલાને વાળ ખેંચીને ઝાપટો મારીને પેટના ભાગે પાટુ માર્યું હતું અને લાકડાનો ધોકો મારવા જતા અન્ય એક વ્યક્તિએ વચ્ચે આડો હાથ નાખતા તેને પણ માર મારીને ઈજા કરી હતી અને મહિલાના પતિ સાથે બોલાચાલી કરી તેને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામે રહેતા હંસાબેન કલાભાઈ પરમાર (52)એ રમેશભાઈ રતનશીભાઇ ધરજીયા રહે. જોધપર ખારી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ તેઓની પાસે સેન્ટીંગની મજૂરીના પૈસા માંગતા હોય તે પૈસાની લેતી દેતીનો ખાર રાખીને ફરિયાદીના દીકરા સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદી ત્યાં વચ્ચે પડતા તેઓને વાળ ખેંચીને ઝાપટો મારી હતી અને નીચે પાડી દઈને પેટના ભાગે પાટુ મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીને લાકડાનો ધોકો મારવા જતા સાહેબાબુભાઈ મોહનભાઈ ચાવડાએ આડો હાથ નાખતા તેઓને માર મારીને ઈજા કરી હતી તથા ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી તેમને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી હાલમાં ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને અંગેની આગળની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.વી.દલવાડી ચલાવી રહ્યા છે

દેશી દારૂનો 600 લિટર આથો ઝડપાયો

મોરબી તાલુકાના ધૂળકોટ ગામની સીમમાં આમરણથી ધૂળકોટ તરફ જવાના રસ્તા ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 12,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કુમારભાઈ વિનોદભાઈ સોલંકી (34) રહે. પટેલવાસ આમરણ મૂળ રહે. ચુનારવા શેરી નંબર-1 રાજકોટ વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News