મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીની ૩૫૨ ગ્રામ પંચાયતમાં દીકરીઓ પ્રત્યે થતા ભેદભાવ દુર કરવા બાલિકા પંચાયત કાર્યરત


SHARE









મોરબીની ૩૫૨ ગ્રામ પંચાયતમાં દીકરીઓ પ્રત્યે થતા ભેદભાવ દુર કરવા બાલિકા પંચાયત કાર્યરત

બાલિકાઓના સારા પોષણયુક્ત સ્વાસ્થ્ય અને કૌશલ્ય વર્ધન સાથે ઉત્તમ જીવનશૈલી માટે કેન્દ્ર અને રાજ્ય  સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ ૨૦૧૫ થી બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા ૨૦૧૯ થી વહાલી દિકરી યોજના કાર્યરત છે. આ યોજનાઓના સૂચકાંકમાં બાલિકા જન્મને પ્રોત્સાહન, પોષણ અને આરોગ્ય, દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણ બાળ લગ્ન સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાના સંકલનમાં જિલ્લા ઓ ખાતે દરેક ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે.

બાલિકા પંચાયત એ એક બિન રાજકીય અનૌપચારિક મંચ છે જે સ્થાનિક નિર્ણય લેવામાં ભાગીદારી દ્વારા લૈંગિક સમાનતા અને બાલિકાઓ/ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યશીલ છે. બાલિકા પંચાયતનો મૂળભૂત ઉદ્દેશ ગ્રામીણ સમુદાયમાં બાલિકાઓ/મહિલાઓ અંગે સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવા અંગેનો છે આ યોજનામાં યુવા બાલિકાઓને સંમિલિત કરીને તે દર્શાવવાનું છે કે, બાલિકાઓ પણ શાસન પ્રણાલીમાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, જેથી બાલિકાઓ પ્રત્યેના સામાજિક વલણમાં ફેરફાર કરવો જરૂરી છે.

બાલિકા પંચાયતની રચના નો મુખ્ય હેતુ બાલિકાઓના જન્મ, પોષણ,આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા - સલામતી અને તેમના સર્વાંગી વિકાસ દ્વારા સશક્તિકરણ કરવાનો પ્રયાસ છે. ઉપરાંત બાલિકાઓને સરકારની વિવિધ સરકારી યોજના કાયદા ઓ વિશે જાગૃત કરવા અને લાભાન્વિત કરવા તથા સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના જાતિગત ભેદભાવ ને દૂર કરીને દીકરીઓના જન્મ દરમાં વધારો કરવાનો ઉદ્દેશ પણ રહેલો છે

મોરબી જિલ્લામાં કુલ ૩૫૨ બાલિકા પંચાયત કાર્યરત છે જેમાં બાલિકા સરપંચ, બાલિકા ઉપ-સરપંચ અને બાલિકા સભ્ય ઉપર મુજબના વિવિધ ઉદ્દેશ્યો સાથે કાર્ય કરે છે. હાલ મોરબી જિલ્લાના ટંકારા તથા મોરબી તાલુકા ખાતે બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓને તાલીમ પણ આપવામાં આવી છે. આ બાલિકા પંચાયત થકી દીકરીઓ નેતૃત્વ લઈ બાલિકા પંચાયતના હેતુ ને પરિપૂર્ણ કરી સશક્ત કિશોરી સશક્ત સમાજનું નિર્માણ  કરી શકે છે.






Latest News