મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ અને બહેનો માટે કસોટી યોજાશે


SHARE











મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ અને બહેનો માટે કસોટી યોજાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (ડી.એલ.એસ.એસ.) યોજના અંતર્ગત ૨૦૨૪-૨૫ માં ખેલ મહાકુંભ ૩.૦ માં પસંદગી પામેલા ખેલાડીઓ માટે મોરબી જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન કાર્યક્રમમાં બહેનોની કસોટીનું તા.૧૧-૦૩-૨૦૨૫ ના રોજ અને ભાઈઓની કસોટીનું તા.૧૨-૦૩-૨૦૨૫ ના રોજ ન્યુ એરા ગ્લોબલ સ્કુલ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે સવારે ૦૭:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાં યોજાયેલ ખેલ-મહાકુંભ ૩.૦, ૨૦૨૪-૨૫ માં અંડર-૯ (જન્મતારીખ ૦૧-૦૧-૨૦૧૫ પછી હોય તેઓ) અને અંડર-૧૧ (જન્મતારીખ ૦૧-૦૧-૨૦૧૩ પછી હોય તેઓ) વયજૂથ ખેલાડીઓએ ૩૦ મીટર દોડ, ૫૦ મીટર તથા સ્ટેન્ડીંગ બ્રોન્ડ જંપ સ્પર્ધામાં ૦૧ થી ૦૮ ક્રમે વિજેતા થયેલ ભાઈઓ અને બહેનો ખેલાડીઓની મોરબી જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે. બેટરી ટેસ્ટમાં (૧) ૩૦ મીટર (ફ્લાઇંગ સ્ટાર્ટ) (૨) સ્ટેન્ડિંગ વર્ટીકલ જમ્પ (૩) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (૪) ૮૦૦ મીટર દોડ (૫) ૬*૧૦ મીટર શટલ રન (૬) ફોર્વડ, બેન્ડ એન્ડ રીચ (૭) મેડીસીન બૉલ થ્રો ૧/૨ ક્રી. ગ્રા.) આ તમામ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં પાસ થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની બેટરી ટેસ્ટમાં ભાગ લેશે.

તેમજ રાજ્ય કક્ષામાં પાસ થયેલ ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ(ડી.એલ.એસ.એસ.) માં પ્રવેશ મેળવી શકશે અને આ યોજના હેઠળ પસંદ થયેલ ખેલાડીઓને વિનામુલ્યે શિક્ષણ, બુક અને સ્ટેશનરી, હોસ્ટેલ સુવિધા, સ્કુલ ગણવેશ, પોષ્ટિક આહાર, માસિક સ્ટાઈપેંડ, ટુર્નામેન્ટ એક્સ્પોઝર, રમતની ધનિષ્ટ તાલીમ, સ્પોર્ટ્સ કીટ, મેડીક્લેમ, રમતના સાધનો જેવા લાભો આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્ર-શિક્ષણ કેન્દ્ર, મોરબી સંપર્ક નં. ૯૪૨૬૩૨૫૮૩૮ અને ૬૩૫૫૨૬૫૫૮૭ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.








Latest News