મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામના પાટીયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતાં એક વ્યક્તિનું મોત


SHARE







હળવદના નવા ધનાળા ગામના પાટીયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતાં એક વ્યક્તિનું મોત

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં પથ્થર, જાળી જાખરા અને સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યું હતું તેમ છતાં પણ ટ્રક ટ્રેલરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને અને બંધ પડેલા વાહનમાં તેનું ટ્રેલર અથડાવ્યું હતું જેથી ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા વિશાલકુમાર ઈકમલભાઈ રાવત (27)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીડબલ્યુ 2992 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે અમૃત સીડ્સ ઇન્ડસ્ટ્રીઝની સામેના ભાગમાં ફરિયાદીનું લાકડા ભરેલું ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીએક્સ 7525 બંધ પડી ગયું હતું જેથી તેને પોતાના વાહનની પાછળના ભાગમાં જાળી જાખરા, પથ્થર અને સિગ્નલ ચાલુ રાખીને આડશ કરી હતી તો પણ આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર બેફિકરાઇથી ચલાવીને ફરિયાદીના બંધ પડેલા ટ્રેલરની પાછળના ભાગમાં અથડાવીને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આરોપીને શરીરને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News