માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી
Breaking news
Morbi Today

મોરબી સેશન્સ કોર્ટે આપેલ શરતી જામીનની શરતનો ભંગ કરનારા આરોપીની હળવદ પોલીસે કરી ધરપકડ


SHARE













મોરબી સેશન્સ કોર્ટે આપેલ શરતી જામીનની શરતનો ભંગ કરનારા આરોપીની હળવદ પોલીસે કરી ધરપકડ

હળવદમાં રહેતા શખ્સે મોરબીની સેશન્સ કોર્ટમાંથી શરતોને આધીન રેગ્યુલર જામીન મેળવ્યા હતા જોકે, કોર્ટે કરેલા હુકમમાં જે શરતો હતી તે પૈકીની શરતનો ભંગ કરી આરોપી હળવદમાં હોવાની પોલીસને જાણ થયેલ હતી જેથી પોલીસે આરોપીને તેની વાડી પાસેથી ઝડપી લઈને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા આરોપી પંકજભાઈ ગોઠી સામે ગાળો બોલી હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ નોંધાયેલ હતી અને ત્યારબાદ હળવદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને જે હવાલે કરવામાં આવ્યો હતો દરમિયાન મોરબીની સેશન્સ કોર્ટમાંથી આરોપીએ રેગ્યુલર જામીન મેળવ્યા હતા અને શરતોને આધીન આરોપીને કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હતા જોકે કોર્ટમાંથી કરવામાં આવેલ હુકમની શરત નં- 8 જેમાં જણાવ્યા મુજબ “””આ કેસની કાર્યવાહી સિવાય હાલના ગુનાની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી હળવદ તાલુકા વિસ્તારની હદમાં પ્રવેશ કરવો/ કરાવવો નહીં જેની આરોપીને જાણ હોવા છતાં પણ કોર્ટના હુકમની શરતનો ભંગ કરીને આરોપી હળવદ શહેર નજીક મહાદેવનગરથી રણજિતગઢ ગામ તરફ જવાના રસ્તે આવેલ આરોપીની વાડી પાસે હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી અને ત્યાંથી આરોપી મળી આવતા પોલીસે પંકજભાઈ ચમનભાઈ ગોઠી (28) રહે. કણબીપરા રામજી મંદિર આગળની શેરી હળવદ વાળાની ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરી હતી અને તેની સામે કોર્ટે કરેલા હુકમની શરતનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News