મોરબી બી ડિવિઝન પોલીસે જુગારની ત્રણ રેડમાં 7 શખ્સોને પકડાયા
SHARE









મોરબી બી ડિવિઝન પોલીસે જુગારની ત્રણ રેડમાં 7 શખ્સોને પકડાયા
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ઇન્દિરાનગર વિસ્તાર, નજરબાગ રેલવે સ્ટેશન પાસે અને ત્રાજપર ખારી વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા ત્રણ ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર મા ના ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નવઘણભાઈ ભગુભાઈ લાકડીયા (32), જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અગેચાણીયા (40), માલદેવભાઈ દાદુભાઇ લાકડીયા (21) અને રમેશભાઈ વેરશીભાઈ વિંજવાડીયા (45) રહે. બધા ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,520 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં જાહેરમાં કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઇ છેલાણીયા (65) રહે. ત્રાજપર પંચની માતાજીના મંદિરની બાજુમાં મોરબી તથા બેચરભાઈ કાળુભાઈ બારૈયા (65) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,400 ની રોકડ કબજે કરી હતી અને જુગારની ત્રીજી રેડ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ નજરબાગ પાસે રેલ્વે સ્ટેશન નજીક કરવામાં આવી હતી ત્યાં વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ઇરફાનભાઇ રફીકભાઈ સમા (26) રહે. સો-ઓરડી વરિયાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1,200 રૂપિયાની રોકડ કબજે કરીને પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા ત્રણ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે.

