મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

ઈલેકશન પહેલ જ સિલેકશન: મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારિયા બિન હરીફ વિજેતા


SHARE











ઈલેકશન પહેલ જ સિલેકશન: મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારિયા બિન હરીફ વિજેતા

મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ડિવિઝન પૈકી ત્રણ ડિવિઝનના પ્રમુખ માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે અને તેમાંથી ફલોર ટાઇલ્સ એસો. માટે બે આગેવાને ઉમેદવારી કરી હતી તેમાંથી એક આગેવાને ઉમેદવારી પરત ખેંચી લીધેલ છે જેથી મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારિયા બિન હરીફ વિજેતા થયેલ છે.

મોરબી સિરામિક એસો.ના વર્તમાન પ્રમુખો પૈકી જુદા જુદા ત્રણ ડિવિઝનના પ્રમુખોની મુદત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી સમય માટે નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે થઈને પ્રમુખ બનવા કેટલાક આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાં ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે હિતેશભાઈ પેથાપરા અને સંદીપભાઈ કુંડારીયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાંથી હિતેશભાઈ પેથાપરા દ્વારા ગઇકાલે ઉમેદવારી પછી ખેંચવાના દિવસે તેની ઉમેદવારી પછી ખેંચી લીધેલ છે જેથી મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારિયા બિન હરીફ વિજેતા થયેલ છે. અને હિતેશભાઈ પેથાપરાને મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ એસો.ના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છેકે, હજુ મોરબી વિટ્રીફાઈડ એસો. અને સેનેટરીવેર એસો. માટેના પ્રમુખ પદ માટે જે આગેવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે તેમાંથી ઈલેકશન પહેલ જ સિલેકશન કરવામાં આવે તેના માટેની ઉદ્યોગજગતના આગેવાનો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે.






Latest News